200 Grams Of Drugs Caught : સુરતના માન દરવાજા પાસે ડ્રગ્સ મળી આવ્યું પોલીસને જોઈને ભાગી રહેલા યુવક ઝડપાયો
200 Grams Of Drugs Caught : યુવકને ડ્રગ્સ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
સુરતના માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને ભાગી રહેલા યુવકની તલાશી લેતા ૨૦ લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે.પોલીસે યુવકની અટકાયત કરી ડ્રગ્સ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ ઈસમ પાસેથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 20 લાખ રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને 1200 રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. એટલે પોલીસે આ ઈસમ પાસેથી 20,45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવીદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો. મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવીદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસ અગાઉ એસ. ઓ.જી. એ લાલગેટ પોલીસની હદમાં થી એક કરોડની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડયો હતો જોકે આરોપીઓ નાસી જતાં પોલીસે કોટ વિસ્તારમાં ચાંપતી નજર રાખી છે.
તમે આ પણ વાંચી સકો છો:
તમે આ પણ વાંચી સકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.