Amit Shah: અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જામકંડોરણામાં સભા સંબોધી – India News Gujarat
Amit Shah: આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે.
અમિત શાહ આજે ચુંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા.. જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.
ભારત માતા કી જય સાથે તેમણે કહ્યું કે, જામકંડોરણા અને પોરબંદરની જનતાના અવાજને શું થઇ ગયું ? મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો. વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ. ગુજરાતીમાં કહેવત છે ‘તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે. ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું, મહાત્મા ગાંધીને પ્રણામ કરી વાતની શરૂઆત કરી હતી.
500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું. સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. જે કઠોર નિર્ણય કહેવાય. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.
અમિત શાહે સૌથી પહેલા રોડ શો યોજ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો યોજવાના છે. જે વિહાર ચાર રસ્તાથી શરૂ થઇ, નાની શાકમાર્કેટ, ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોર્ટથી ડાબી બાજુ વળી વીરભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આવી આ રોડ શો પૂર્ણ થશે.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી શ્રધ્ધાંજલી આપું છું. વિઠ્ઠલભાઈ સહકારી ક્ષેત્રે મૂળિયાં પાતાળ સુધી ઊંડા કર્યા છે, સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે, અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્ર બાદ આજે જામકંડોરણા આવ્યો છું. બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. ઠેર ઠેર મોદી મોદી છે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે, ‘ફરી એક વાર મોદી સરકાર’. આપણા મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે. ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે.
તમે આ પણ વાંચી સકો છો :
Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.