ગુજરાતની ઠંડી
Cool- શિયાળો આવી ગયો અને સ્વાસ્થય માટે તમામ લોકો દોડતા થઈ ગયા. પણ આ વખતના શિયાળાની વાત કઈક અલગ જ છે. લોકો થંભી ગયા છે જે રીતે હવામાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. લગભગ રાતે 9 બાદ તમામ રોડરસ્તાઓ પર ટ્રાફિકની ગતિ ધીમી પડી જાય છે કારણકે ધુમ્મસ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાતે 10 બાદ તો લગભગ તમામ રસ્તાઓ સુમસામ જોવા મળે છે. કહેવાય છે કે આ ઠંડી હજી 24 ડિસેમ્બર સુધી વધતી જશે ત્યારબાદ ઠંડી પ્રમાણમાં થોડી ઓછી થશે અને ત્યારબાદ ફરીથી ઠંડી પોતાની પક્કડ જમાવશે. Cool
સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સિવિયર કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે અને સતત ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વીય ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા ઠંડીએ જોર પકડયું છે, તો બીજી બાજુ ભુજ ખાતે પણ સવારથી જ ઠંડીનો ઠાર યથાવત જોવા મળ્યો છે.Cool
રાજ્યમાં છેલ્લાં અમુક દિવસોથી ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે આ સાથે રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જવાની શક્યાતાઓ છે, પરંતુ આજે સોમવારના કચ્છ જિલ્લામાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે તાપમાનમાં પરિવર્તન આવ્યું છે સાથે અમુક વિસ્તારમાં ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.
અમદાવાદમાં આજે 11.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 8, જૂનાગઢમાં 9, ભુજમાં 10.4 તથા કંડલા ખાતે પણ 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હજી આગળના સમયમાં શુન્ય તરફ આ તાપમાન જાય તો નવાઈ નહી. ત્યારે આપ આ ઠંડીને કેવી રીતે પહોંચી વડશો તથા કેવી રીતે આ ઠંડીને માણો છો જણાવો કોમેન્ટ સેકશનમાં.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.