ફેમિલી કોર્ટ
બે વર્ષ ઉપરાંત થી અલગ રહેતા coupleને એક કરવામાં ચાર વર્ષની પુત્રી નિમિત્ત બની હતી. couple વચ્ચે સમાધાન થઈ જતા બન્નેએ સાથે રહેવા સાથે આજે લોક અદાલતમાં કેસ પરત ખેંચી સુખદ સમાધાન કર્યું હતું. સુરતના ઉધના વિસ્તારમા રહેતા શીલાબેનના લગ્ન તા.૩-૫-૨૦૧૩ ના રોજ મહારાષ્ટ્રના વતની સુરેશભાઈ (બન્નેના નામ બદલેલ છે) સાથે થયાં હતાં. લગ્ન બાદ coupleને ત્યાં જાન્યુઆરી ૨૦૧૮ માં પુત્રીનો જન્મ થયો હતો. દરમિયાન પતિ સાથે ખટરાગ થતા પત્નીએ સુરતમાં પિયરનો આશરો લીધો હતો અને પતિ સહિત સાસરિયા વિરુદ્ધ એડવોકેટ અશ્વિન જે જોગડીયા મારફતે અત્રેની કોર્ટમાં Domestic Violence હેઠળ અરજી કરી હતી. જ્યાં couple વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બન્ને નાની બાળકીનું હિત – ભવિષ્ય જોઈ કેસ ઉભો રાખી સાથે રહેવા સંમત થયા હતા. એક છત નીચે રહેવાનું શરૂ કર્યા ગયા બાદ બન્ને વચ્ચેના તમામ મતભેદ દૂર થયા હતા. જેના પરિણામ સ્વરૂપ પુત્રી સાથે તેમનો સંસાર ફરી પાટે ચડતા તેમણે કાયમી ધોરણે એક સાથે રહેવા નિર્ણય લઈ કોર્ટમાંથી Domestic Violence પરત ખેંચી લીધો હતો અને આજની નેશનલ લોક અદાલતમાં તેમના કેસનો કાયમી નિકાલ થયો હતો. સમાધાનના પ્રયત્નો સફળ રહેતા આ પરિવારનો માળો ફરી બંધાયો હતો અને બાળકીને માતા-પિતા બન્નેની સંયુક્ત છત્રછાયા મળી હતી.-India News Gujarat
કોર્ટમાં જ્યારે કોઇ દંપતીના છુટાછેડાના કેસ ફાઇલ થાય છે ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં એવું સામે આવે છે કે, ખુબ સામાન્ય બાબતમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થયેલી હોય છે. એવુ એડવોકેટ અશ્વિન જોગડીયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, મોટા ભાગે આવેશમાં આવીને Domestic Violence હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવે છે અને આવા couple પોતાની જીદ છોડવા તૈયાર થતા નથી. ત્યારે એડવોકેટની પણ ફરજ બને છે કે, આવા કેસમાં સામાજીક જવાબદારી સ્વિકારી અને પરિવારને તુટતો બચાવવાનો હોય છે. આ કેસમાં પણ અમે coupleનું કાઉન્સીલીંગ કર્યું હતું અને બાળકીના કારણે આ couple સાથે રહેવા સહમત થયું હતું.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Free Blood From kiran hopspital- કિરણ હોસ્પિટલ દ્વારા અપાશે દર્દીઓને મફત રક્ત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.