“Ek Pad Ma Ke Naam”
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે તેમના મત વિસ્તારના ધી અમરોલી વી. વી. કાર્યકારી સહકારી મંડળી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષા રોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીએ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.