ઇક્વિટી માર્કેટ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ માર્ચ ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘’Equity Market, War and Beyond’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટના સીઆઇઓ તાહેર બાદશાહ દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાહેર બાદશાહે જણાવ્યું હતું કે, સામાન્યપણે Equity Marketમાં હમેશા લાંબા ગાળાનું રોકાણ લાભદાયક હોય છે. તેમ છતાં નાના રોકાણકારોએ Equity Market માં ઓછામાં ઓછા પાંચથી દસ વર્ષ માટે રોકાણ કરવું જોઇએ. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે ગ્લોબલ માર્કેટમાં એની અસર જોવા મળી હતી. ત્યારબાદ Equity Marketમાં જે કરેકશન આવવાનું હતું તે આવી ગયું છે. હવે Equity Marketમાં કોઇ અસ્થિરતા જોવા મળશે નહીં. એમ કહી શકાય કે એકંદરે Equity Market સારું છે.-India News Gujarat
ક્રુડ ઓઇલનો ભાવ ઉપર જઇ રહયો છે પણ ભારત સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા માગતી નથી. કદાચ રશિયાથી ક્રુડ ઓઇલ આયાત કરવામાં આવી રહયું હોવાનું એક કારણ એ હોઇ શકે છે, પરંતુ પેટ્રોલ – ડિઝલના ભાવ વધે નહીં તે માટે સરકાર મેનેજ કરી રહી છે. એસેટ એલોકેશન કરતી વખતે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં Goldમાં રોકાણ કરવું જોઇએ તેવી સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. Goldમાં રોકાણ લાંબા ગાળે પણ સારૂ વળતર આપનાર પુરવાર થાય છે. Goldના ભાવમાં સરેરાશ આઠ ટકા વળતર મળતું આવ્યું હોવાથી પણ Goldનું રોકાણ રોકાણકારને ફાયદો આપે છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ આ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.-India News Gujarat
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.