Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું – INDIA NEWS GUJARAT
Filtered Water: સુરતના સચિન અને એના આજુ બાજુના વિસ્તારમાં વર્ષો જૂની મીઠાં પાણી ની સમસ્યા નો આખરે અંત આવ્યો છે. 18 મહિના થી ત્યાં મીઠા પાણી પોચઢવાની પાલિકા ની કામગીરી પછી આજ રોજ સચિનમાં મીઠાં પાણી પહોંચી ગયું છે. અને ત્યાંના લોકોએ રાહતની શ્વાસ લીધી છે. હાલ આ વ્યવસ્થા ને 10 એક દિવસ માટે પાણી ટેસ્ટિગ માટે મુકાયું છે.
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ અને નવસારી સાંસદ તેમજ ચોર્યાસી વિધાનસભા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ ના પ્રયત્નો થકી ગુજરાત સરકાર દ્વારા અંદાજીત 42 કરોડ ના ખર્ચે વર્ષ 2022 માં ચોર્યાસી વિધાનસભા ના સચીન વિસ્તાર તેમજ આજુબાજુ ના ગામો માટે મીઠા પાણી ની યોજના મંજૂર કરેલ હતી તેની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકા ને જમા કરાવેલ હતી જેની કામગીરી સચીન સુધી પૂર્ણ કરી અને મીઠુ પાણી સચીન સુધી પહોંચી ગયેલ છે જેનું આજરોજ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને ટૂંક જ સમયમાં સચીન વિસ્તાર ને મીઠા પાણી નો સપ્લાય ચાલુ કરી દેવામાં આવશે. પાણી આવતા સચિન રહીશોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.