ગુજરાતમાં 371 નવા કેસો સામે આવ્યા છે અને 24 લોકોના મરણ થયા છે, અને 269 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 12910 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાંથી 52 લોકો વેન્ટીલેટર પર છે, અને 6597 સ્ટેબલ છે. 5488 દર્દીઓને અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 773 લોકોના મોત થયા . આજે 24 લોકોના મોત થયા છે, જેમાંથી 17 લોકો અમદાવાદના છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં ટોટલ 166152 ટેસ્ટ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યા સાથે હવે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 9449 પર પહોંચી ગઈ છે, અને વડોદરામાં 750 , સુરતમાં 1227 અને ગાંધીનગરમાં 198 પર સંખ્યા પહોંચી ગઈ છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.