Harmful Chemical In Everest Masala : એવરેસ્ટ મસાલા માં ખતરનાક કેમિકલ ઈથીલીન ઓક્સાઈડ મળ્યું, સિંગાપોર દ્વારા પ્રતિબંધ મુકાયો
Harmful Chemical In Everest Masala : સિંગાપોર ફૂડ એજન્સી એ ગ્રાહકો ને આદેશ આપ્યો છે કે તેઓ હાલમાં આ મસાલાની ખરીદી ના કરે. અને જો કદાચ ખરીદી ચૂક્યાં હોય તો તેનો વપરાશ કરવાથી દુર રહે. ભારતની વિખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મસાલા(Everest Masala) ને જોરદાર ઝાટકો લાગ્યો છે. સિંગાપોર માં એવરેસ્ટ નાં ફિશ કરી મસાલા(Everest Fish Curry Masala) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સિંગાપોર ફૂડ એજન્સીએ (SFA) ગુરુવારે આવો આદેશ જાહેર કરી જણાવ્યું હતું કે આ મસાલામાં ખતરનાક કેમિકલ ઈથીલીન ઓક્સાઈડ (Ethelene Oxide)ની માત્રા ખુબ જ વધારે મળી છે. જે માણસોને ખાવા લાયક નથી.
સિંગાપોર ફૂડ એજન્સી એ એક નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે સેંટર ફોર ફૂડ સેફ્ટી એ એવરેસ્ટ ફિશ કરી મસાલા ને પરત કરવાની સૂચના આપી છે. આમાં ઈથીલીન ઓક્સાઈડ નિર્ધારિત માત્રા કરતાં વધું છે. આ મસાલા બ્રાંડ ને સિંગાપોરમાં એસ પી મુથૈયા એન્ડ સન્સ પીટીઈ લિમિટેડે મંગાવ્યા હતાં. એસએફએ એ કંપની ને આદેશ કર્યો છે કે તે આ પ્રોડક્ટ ને પાછી ખેંચે.
વીઓન નાં રિપોર્ટ મુજબ કપની એ આ મામલામાં નિવેદન આપ્યું છે કે એવરેસ્ટ એક ૫૦ વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાંડ છે. અમારાં તમામ ઉત્પાદનો સખત ચકાસણી બાદ જ તૈયાર કરી નિર્યાત કરવામાં આવે છે. અમે સફાઈ અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ નું ચુસ્ત પાલન કરીએ છીએ. અમારાં ઉત્પાદનો પર ઈન્ડિયન સ્પાઈસ બોર્ડ અને એફ એસ એસ એ આઈ સહિત બધી એજન્સીઓ નાં સિક્કા છે. નિર્યાત પહેલાં અમારાં ઉત્પાદનો સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડીયાની ચકાસણીમાં થી પસાર થાય છે. હાલમાં, અમે અધિકૃત સૂચના ની રાહ જોઈ રહ્યાં છીએ. અમારી ક્વોલિટી કંટ્રોલ ટીમ આ મામલાની સંપૂર્ણ ચકાસણી કરશે.
એસએફએ એ ગ્રાહકોને અપીલ કરી છે તેઓ એવરેસ્ટ મસાલા નો ઉપયોગ ખાવામાં ના કરે. જો ખરીદી ચૂક્યાં હો તો તેનો હાલ વપરાશ ના કરે. ફૂડ એજન્સીએ જણાવ્યું હતું કે જો ઈથીલીન ઓક્સાઈડ નો લાંબા સમય સુધી વપરાશ કરવામાં આવે આરોગ્યની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો તમે આનો વપરાશ કરતાં હતાં અને તમે આરોગ્ય માટે ચિંતિત છો તો ડોક્ટરની સલાહ લો.
તમે આ પણ વાંચી સકો છો :
Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.