HCL Lift Accident : એચસીએલની કોલિહાન ખાણમાં લિફ્ટ અકસ્માત, રેસ્ક્યૂ કરેલ લોકોને સારવાર માટે જયપુર મોકલાયા
HCL Lift Accident : લગભગ 11 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું ફસાયેલા તમામ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢયા. લોખંડનું દોરડું તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો.
હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં મંગળવારે સર્જાયેલી દુર્ઘટના બાદ આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. અહીં લિફ્ટ તૂટી જવાને કારણે કોલકાતાની વિજિલન્સ ટીમના 14 લોકો ખાણની અંદર ફસાઈ ગયા હતા.
રાજસ્થાનના ઝુંઝુનુમાં મંગળવારે રાત્રે હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL)ની કોલિહાન ખાણમાં એક મોટો અકસ્માત થયો હતો. ખાણમાં બનેલી લિફ્ટનું દોરડું અચાનક તૂટવાને કારણે લિફ્ટ લગભગ 1875 ફૂટ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકો ફસાયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ તમામ 14 લોકોને હવે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિજિલન્સ ટીમ કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે કંપનીનું નિરીક્ષણ કરી રહી હતી. અકસ્માત બાદ ફસાયેલા અધિકારીઓને બચાવવા માટે લગભગ 11 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. લિફ્ટના એક્ઝિટ ગેટ પાસે અડધો ડઝન જેટલી એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી હતી.
મોડી રાત્રે ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને કેટલીક દવાઓ પણ મોકલવામાં આવી હતી. પીટીઆઈ તરફથી મળેલી અપડેટ મુજબ ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓને ખાણમાંથી બચાવી લીધા પછી, તેઓને તાત્કાલિક ડૉક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા હતા અને સાવચેતી તરીકે, તેમને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમના જરૂરી પરીક્ષણો કરવામાં આવશે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. જોકે, ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ફસાયેલા લોકોમાં મોટાભાગના HCL કર્મચારીઓ અને અધિકારીઓ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર નીમકથાના શરદ મેહરા, એસપી પ્રવીણ કુમાર નાયક નુનાવત, સીએમએચઓ વિનય ગેહલાવત પોલીસ જપ્તે સાથે સ્થળ પર કમાન્ડ સંભાળી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ધરમપાલ ગુર્જર અને એસડીએમ સવિતા શર્મા પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Manish Sisodia: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી
તમે આ પણ વાંચી સકો છો :
NewsClick Case: સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.