murdar
સુરતના પુણામાં ચોરીની શંકાએે ત્રણ જણાએ એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યા બાદ તેને રેમ્બો છરો મારીને તેની Murdar કરી નાખ્યું હતું. Murdar કરનાર આરોપી એક બાળ કિશોર આરોપી સહિત ત્રણને ઝડપી લીધા છે. -Latest News
સુરત શહેરમાં હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુરૂવારે સવારે 4 વાગે ત્રણ જણાએ એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યા બાદ તેની રેમ્બો છરો મારીને તેની Murdar કરી નાખી હતી. નિરજના આખા શરીરે માર મારવાના નિશાન હતા.તેમજ તેના ગળા તથા છાતીના ભાગે રેમ્બો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા હતો.પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક બાળ કિશોરની અટકાયત કરવામાં આવી છે.-Latest News
આ ઘટના ના cctv પણ સામે આવ્યા છે .પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદના ભાઠીવાડા ગામના વતની રમેશભાઈ જીતાભાઈ મેડા હાલ સુરતમાં પરવત ગામ ખાતે ગીતાનગર સોસાયટી પાસે સુમન આવાસમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની દલકીબેન ઉપરાંત 4 સંતાન છે. તેમાં સૌથી મોટો દીકરો નિરજ હતો. દલકીબેન શાકભાજી વેચવાનું કામ કરે છે. રમેશભાઈ મજુરી કામ કરે છે.ગુરૂવારના રોજ સવારે નિરજ સરદાર માર્કેટ જાવું છું કહીને ઘરેથી નીકળ્યો હતો. દલકીબેન પણ સરદાર માટે નીકળ્યા હતા. બાદમાં ઓળખીતાએ કહ્યું કે નિરજને 3 છોકરાઓ સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ તેમના સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે નિરજ ઘર પાસે પડેલો છે. તેને ચપ્પુ વાગ્યું છે. તેથી બધા ઘર પાસે ગયા ત્યાં આવાસના ગેટ પાસે નિરજ લોહીલુહાણ પડેલો હતો. સારવાર માટે સ્મીમેર લઈ જવાયો હતો. સારવાર દરમિયાન નિરજનું મોત નિપજ્યું હતું. નિરજના આખા શરીરે માર મારવાના નિશાન હતા.તેમજ તેના ગળા તથા છાતીના ભાગે રેમ્બો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા હતો.દલકીબેને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક કિશોરની અટકાયત કરવામાં આવી છે.-Latest News
તમે આ પણ વાંચી શકો છો : મેલી વિદ્યાના નામે ચોરી કરતી Kinner gang
તમે આ પણ વાંચી શકો છો : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતે hostel બાંધકામનો કર્યો શુભારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.