મનહર સાસપરા સન્માન
શ્રી સૌરાષ્ટ્ર patel સેવા samaj સુરત તરફથી રવિવારે યોજાયેલ વર્ચ્યુઅલ સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા છે. યુગલોને શુભકામના આપવા તથા મહાનુભાવો ના વિશેષ અભિવાદન માટે યોજાયેલ આશીર્વચન કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી દિલીપભાઈ સંઘાણી અને મનહરભાઈ સાસપરા નું જાહેર અભિવાદન કરાયું હતું. કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી આ વિશેષ સમુહલગ્નોત્સ્વમાં શ્રીહરિ ગ્રુપના શ્રી રાકેશભાઈ દુધાત ત્રાકુડાવાળા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આશીર્વચન સમારોહ માં “ ખોટાખર્ચા ઓછા કરી – આર્થિક બચત કરવા ” અનુરોધ કરવામાં આવ્યો હતો. હીરાઉદ્યોગ ના અગ્રણીઓ શિવમ જવેલર્સના શ્રી ઘનશ્યામભાઈ શંકર, એસ.આર.કે ગ્રુપના શ્રી અરજણભાઈ ધોળકિયા તથા કપુ જેમ્સ ના શ્રી દયાળભાઈ વાઘાણી સમુહલગ્ન સમારોહ ના સહયજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભંડેરી ઇમ્પેક્ષના શ્રી મગનભાઈ ભંડેરી , એવીટા મેટલના શ્રી નરેન્દ્રભાઈ કુકડિયા, અને નેક્ષટોનના શ્રી ભાવેશભાઈ ધોળિયા અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.-india news gujarat
સહકારી ક્ષેત્રેના અગ્રણી અને રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ અને હાલમાં જ એશિયાના સૌથી મોટા ખાતરનું કારખાનું ઈફકોના ચેરમેન તરીકે ચૂંટાયા તેમનું સૌરાષ્ટ્ર પટેલ સમાજે “ સહકારી ગૌરવ ” તરીકે સન્માન કર્યું હતું. વર્ષોથી જાહેર જીવન માં કાર્યરત એવા દિલીપભાઈ સંઘાણી એ સન્માન નો પ્રતિભાવ આપતા જણાવવું હતું કે હું samaj નું અંગ છું. ટ્રસ્ટી પણ છું. તેનું મને ગૌરવ છે. સહકારીક્ષેત્રે તેમના યોગદાન ની વાત સાથે તેમણે ખેડૂતો ને કૃષિપાક માટે અતિ પ્રમાણમાં ખાતરનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. સૌરાષ્ટ્ર patel samaj આ કોરોના કાળમાં પણ સમુહલગ્નોત્સ્વ યોજવા રસ્તો શોધી વર્ચ્યુઅલ સમુહલગ્નોત્સ્વ યોજાયો છે. તે માટે આયોજકોને અભીનંદન પાઠવ્યા હતા. –india news gujarat
સુરતમાં સૌરાષ્ટ્ર patel samaj હંમેશા સેવાભાવી પ્રવૃતિમાં અગ્રેસર રહ્યો છે. સમુહલગ્ન પ્રવૃત્તિ samajની આગવી ઓળખ બની છે, ૧૯૮૩ માં શરુ થયેલ સમુહલગ્ન ની પ્રવૃત્તિમાં ૪૦ વર્ષમાં ૫૧૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાયેલા છે. દર વર્ષે ઘણા દાતાશ્રીઓ પાસેથી દાન એકત્ર કરી સમુહલગ્ન ના ખર્ચ થતો હોય છે, પરંતુ આગામી ૨૦૨૩ ના ૬૪માં સમુહલગ્ન સમારોહ ના ખર્ચ નું સૌજન્ય શ્રી જયંતીભાઈ વી. એકલારા ગ્રુપ તરફથી છે. તેજ રીતે ૨૦૨૪ માં યોજાનાર ૬૫માં સમુહલગ્નોત્સ્વ નો સંપૂર્ણ ખર્ચ સૌજન્ય એસ.આર.કે ગ્રુપ ના શ્રી જયંતીભાઈ વી. નારોલા તરફથી છે. બે વર્ષના એડવાન્સ માં દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.-india news gujarat
શ્રી સૌરાષ્ટ્ર patel સેવા samaj સુરતે સમુહલગ્ન ના માધ્યમથી samaj ને નવી દિશા આપી છે. સ્વાગત પ્રવચન માં આવકારતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે સુરત ની ઓળખ ડાયમંડ સીટી અને ટેક્ષટાઈલ સીટી તરીકે જગ જાહેર છે. પરંતુ સુરતમાં નવીપેઢી હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં આગળ વધી રહી છે. સુરત હવે આઈ.ટી હબ બની રહ્યું છે. ત્યારે આ ગ્લોબલ ઓપરચ્યુનીટી ને મેળવવા માટે યુવાનો ને સજજ બનવા ની જરૂર છે. આ પ્રસંગે સુરતમાં તાજેતરમાં બનેલી યુવતી ની હત્યા ની ધટના ને યાદ કરી યુવાધન ને વ્યસન અને દુષણોથી બચાવવા માટે અપીલ કરી હતી. શ્રી મનહરભાઈ સાસપરા, શ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી હરિભાઈ કથીરિયા તથા ભવાનભાઈ નવાપરા વગેરે એ લોકોએ સોશ્યલ મીડિયા ના દુર ઉપયોગથી બાળકોને દુર રાખવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી ભાવેશભાઈ રફાળીયા, શ્રી અશ્વિનભાઈ સુદાણી, શ્રી પરેશભાઈ સવાણી અને શ્રી જનકભાઈ સાવલિયા એ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે કરી હતી.-india news gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-NCC 6TH ગર્લ્સ બટાલિયન દ્વારા ક્લીન સુરત અભિયાનનો પ્રારંભ
આપ આ પણ વાંચી શકો છોઃ-જિંદગી ગાયેજા ટ્રસ્ટ દ્વારા SINGING સ્પર્ધા યોજાઇ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.