Two students from Surat shone in the JEE result, one student’s parents earn a living by selling clothes in the open!
JEE Main Result : ગુજરાતમાં સૌ પ્રથમ વાર પી.પી. સવાણી સ્કૂલના ગુજરાતી મીડિયમના વિધાર્થી દેસાઈ આર્જવ શ્રેયભાઈએ ૯૯.૯૯ PR મેળવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું. ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન ફાઈનલ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના દેસાઈ આર્જવ શ્રેયભાઈ એ JEE ના પરિણામમાં ૯૯.૯૯ PR મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ ગુજરાતી માધ્યમમાં પ્રાપ્ત કરી નામ રોશન કર્યું હતું.
આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.
ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ દેસાઈ આર્જવ શ્રેયભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. હાલ, આર્જવ પી.પી.સવાણી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમનો પરિવાર ભરૂચ સ્થિત જગડિયા મુકામે રહે છે.
અન્ય વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ JEE MAIN 99.72 PR મેળવ્યાં :
JEE MAIN ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ 99.72 PR મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. આમ શાળાના સહકાર અને યાજ્ઞિકની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગદર્શન આ તબક્કે આર્જવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રવિવારી બજારમાં કાપડ વેચનારના પુત્રએ JEE ના રિજલ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો :
પી.પી સવાણી શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ JEE MAIN 99.72 PR મેળવ્યા હતા. યાજ્ઞિકના પિતા હર્ષદભાઈ દરરોજ અલગ અલગ ખુલ્લી જગ્યામાં ભરાતી માર્કેટમાં કાપડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ કામમાં તેમના માતા પણ સાથે સહકાર આપે છે. હાલ તેઓ સુરત ખાતે કતારગામ વિસ્તારની રમણનગર સોસાયટીમાં વસવાટ કરે છે. તેમનું વતન ભાવનગર જીલ્લાના તાવેડા ગામના વતની છે.
તમે આ પણ વાંચી શકો છો :
Blood Sugar Control : સુગરને કંટ્રોલમાં રાખવા માટે સૂતા પહેલા આ પાંચ કામ જરૂર કરો
તમે આ પણ વાંચી શકો છો :
Kidney Health Tips : કિડનીના સારા સ્વાસ્થ્ય માટે અજમાવી જુઓ આ ટિપ્સ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.