બીઓબી સીસી ટીવી
વલસાડ શહેરના ખત્રીવાડ ખાતેના Bank Of Barodaના ATMમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળતી મહિલાના હાથમાંથી થેલી કાપીને રોકડા રૂપિયા 50 હજાર લઇને મહિલા પલાયન થઇ ગયાના સીસી ટીવી ફુટેજ સામે આવ્યા છે. આ ઘટના બાદ બેન્કના સ્ટાફ દ્વારા C C TV ફુટેજ પોલીસને આપવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.-India News Gujarat
વલસાડ નજીકના કોસંબા ગામે રહેતી વનીતાબેનના રમેશભાઈ ટંડેલ પોતાના ભાઈના લગ્ન હોવાથી મંગળવારે વલસાડ શહેરના નાની ખત્રીવાડ માં આવેલી BOB શાખા માં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. વનીતાબેન ટંડેલે 50,000 રૂપિયા રોકડા ઉપાડી પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે બાજુમાં આવેલા પ્રિન્ટીંગ મશીન કેબિનમાં પાસબુકમાં એન્ટ્રી પાડી હતી. એ દરમિયાન બાજુમાં ઉભેલી બે મહિલાએ તેને વાતમાં પાડી હતી. જેમાંથી એક મહિલાએ વનીતાબેન ના હાથમાં રાખેલી પ્લાસ્ટિકની થેલી ને બ્લેડ વડે કાપી નાંખી હતી અને તેમાંથી રોકડા રૂપિયા 50 હજાર સેરવી લીધા હતા. આ સમગ્ર ઘટના C C TV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ચોરી કરનાર મહિલા રૂમમાંથી ઝડપથી બહાર નીકળી ગઇ હતી. થોડીવાર બાદ વનીતાબેન એ પોતાની પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા50 હજારની રકમ નહીં જોવા મળતા વનીતાબેન ચોંકી ઉઠ્યા હતા તેમજ તેમણે પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવારજનોએ બેન્કની શાખાનો સંપર્ક કરતા C C TV ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કઇ રીતે બની તેનો ખ્યાલ આવ્યો હતો. વનીતા બેનના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.-India News Gujarat
જે પ્રકારે વનીતા બેનને વાતોમાં ઉલજાવી અને તેમની પાસેથી રોકડ રકમ તફડાવી લેવામાં આવી છે તે જોતા આ કોઇ આંતર રાજ્ય ચીટર ટોળકીની મહિલાઓ હોવાનું પોલીસ માની રહી છે. વલસાડ જેવા નાના સેન્ટરોમાં પોતાનો કસબ અજમાવીને આ પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરનારી ટોળકીઓ અગાઉ પણ ઝડપાઇ ચુકી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસ ચીટર ટોળકી સુધી પહોંચી શકે છે કે કેમ.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Viral video : યાત્રીને તમાચો મારી દાદાગીરી કરતો ટી.ટી. નો વિડિઓ વાયરલ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.