જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને Attack કર્યો હતો અને સરપંચની ગોળી મારીને હત્યા કરી નાખી. જિલ્લાની અદુરા પંચાયતમાં ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. ઘટનાનો ભોગ બનેલા સરપંચની ઓળખ શબ્બીર અહેમદ મીર તરીકે થઈ છે. તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. શબ્બીરની પત્ની પણ પંચ છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. છેલ્લા 10 દિવસમાં ખીણમાં પંચાયત પ્રતિનિધિ સાથે આ ત્રીજી ઘટના છે અને સરપંચની હત્યાની બીજી ઘટના છે. આ અઠવાડિયે બુધવારે કુલગામ જિલ્લાના ખાનમોહમાં પીડીપી સાથે જોડાયેલા એક સરપંચની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ગઈકાલે રાત્રે શબ્બીર અહેમદ ઘરે હતો ત્યારે તેને મળવાના બહાને આતંકવાદીઓ તેના ઘરે આવ્યા હતા અને આ સશસ્ત્ર આતંકવાદીઓએ Attack કરી તેને નજીકથી ગોળી મારી દીધી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગોળી વાગતાં શબ્બીર જમીન પર પડી ગયો હતો અને આતંકીઓ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સ્થાનિક લોકો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. સરપંચને પેટમાં ગોળીઓ વાગી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને પકડવા માટે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે, હજુ સુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી અને ન તો આતંકવાદીઓનો કોઈ પત્તો મળ્યો છે. એવું માનવામાં આવે છે કે લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ નામના આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓએ આ Attack ને અંજામ આપ્યો છે. પુલવામાના ખાનમોહમાં આ જ સંગઠનના આતંકીઓએ પીડીપીના સરપંચ સમીર અહેમદની હત્યા કરી નાખી હતી. આ મહિને 2 માર્ચે કુલગામના કોલપોરામાં પંચ મોહમ્મદ યાકબૂ ડારની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચી શકો :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: ચાર આતંકવાદીઓ માર્યા ,એકની ધરપકડ
આ પણ વાંચી શકો :જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત, 14 ઘાયલ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.