સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ જોરશોરમાં ચાલી રહી છે. ભારત સરકારે કોરોના રસીકરણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોરોના રસીકરણ અંગે જાહેરાત કરી છે. અને આ નિર્ણય મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 45 વર્ષથી ઉપરના લોકોને ભલે કોઈ બીમારી હોય કે ન હોય પરંતુ રસી આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોનાની રસી ઉપલબ્ધ છે.
દેશમાં રસીકકણને લઈને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો. પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ કહ્યું કે લોકોએ ફક્ત પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરળતાથી સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર રસી મળી શકશે. અમને ખબર છે કે ભારતમાં રસીકરણ સારું અને ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર કરોડ 83 લાખ લોકોને રસી અપાઈ છે. જેમાંથી 80 લાખ લોકોને તો બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32 લાખથી વધારે લોકોને કોરોનાની રસીનો ડોઝ અપાયો છે. મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ. ટાસ્ક ફોર્સની સલાહના આધારે બે નિર્ણય લેવાયા છે. પહેલો નિર્ણય એ કે 1 એપ્રિલ બાદ 45 વર્ષની ઉપરના તમામ માટે રસી ઉપલબ્ધ રહેશે. મોટી વાત છે કે અત્યાર સુધી દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડાતાં લોકોને રસી અપાઈ રહી હતી. હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા લોકો કોરોનાની વેક્સિન લઈ શકશે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.