સુરત મહાનગર પાલિકામાં (SMC) સમાવિષ્ઠ છાપરાભાઠા વિસ્તારમાં ગટરીયા પુરને કારણે સ્થાનિક નાગરિકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરમાંથી નીકળતાં ગંદા પાણીને કારણે તીવ્ર દુર્ગંધ મારતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ સંદર્ભે મહાનગર પાલિકાના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે.
વાહનચાલકો થયા ત્રાહિમામ ;
શહેરના છાપરાભાઠા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઈન રોડ પર ગટરીયા પુરની સ્થિતિ સર્જાવા પામી છે. ગટરમાંથી નીકળતાં ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે આ રસ્તા પરથી પસાર થનારા નાગરિકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રોગચાળાની દહેશત :
બીજી તરફ દુર્ગંધયુક્ત ગટરિયા પુરને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સ્વચ્છતામાં સમગ્ર દેશમાં ઈન્દૌર સાથે પહેલો નંબર મેળવનાર સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર હાલની સ્થિતિમાં જાણે નિંભર થઈ ચુક્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં સેંકડો નાગરિકોના માથે એક તરફ રોગચાળાનું જોખમ ઉભું થવા પામ્યું છે ત્યારે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે આ સમસ્યાનું સમાધાન કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસને પગલે પણ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો:- EC sent notice to BJP and Congres: ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને મોકલી નોટિસ, જાણો શું છે મામલો- INDIA NEWS GUJARAT
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.