રજાની મજા, મજાની રજા
અઠવાડિયામાં 4.5 દિવસ જ કામ કરવાનું (Holiday fun, fun holiday)
યુનાઇટેડ આરબ અમીરાતની સરકારે જાહેર કર્યું છે કે પહેલી જાન્યુઆરીથી દેશમાં અઠવાડિયામાં 4.5 દિવસ જ કામ કરવાનું રહેશે. વીકેન્ડમાં 2.5 દિવસની રજા(Holiday) મળશે. સરકારના તમામ વિભાગમાં આ નિર્ણય લાગુ થશે. આમ કહી શકાય કે જે રીતે ક્રિકેટમાં ટેસ્ટ મેચથી શરૂ થઈ વન-ડે અને વન-ડેથી શરૂ થઈ ટી-20ની શરૂઆત થઈ તે જ રીતે આ વિશ્વ પણ એક અલગ જ ગતિએ આગળ વધી રહ્યું છે. જો કે આ સારા સમાચાર હજી સરકારી વિભાગ સુધી સિમીત છે. પ્રાઈવેટમાં હજી આ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
સરકારે ખાસ તો તમામ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને વર્કલાઇફ બૅલેન્સ કરવાનો હેતુસર આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના તમામ વિભાગ રોજ સવારના 7.30 થી સાંજે 3.30 વાગ્યા સુધી કામ કરશે જ્યારે શુક્રવારે સવારે 7.30થી 12 વાગ્યા સુધી કામ કરશે. એટલે કે કહિ શકાય કે મિની વેકેશનનો(Holiday) આ લાભ દર અઠવાડિયે સરકારના આ તમામ કર્મચારીઓને મળશે.
શુક્રવારે બપોરે 12 વાગ્યાથી તમામ લોકોને રજા(Holiday) પડી જશે. આમ શુક્રવારનો અડધો દિવસ અને શનિવાર અને રવિવારે રજા રહેશે. જો કે આ પ્રકારે પ્રાઈવેટ જોબમાં પણ શરૂ થઈ જાય તો એક વાત તો ચોક્કસ છે કે આગળના સમયમાં જે સ્ટ્રેસવાળી લાઈફ સાથે લોકો દોડધામ કરી રહ્યા છે તે હવે બીલકુલ જોવા નહી મળે. પણ પ્રેકટિકલ ધોરણે પ્રાઈવેટ જોબમાં કેટલું શક્ય છે તે આપણે સૌ જાણીએ છીએ. જે પણ હોય એક વાત તો નક્કી છે કે હવે 4.5 દિવસનું કામ સરકારી કર્મચારી માટે એક વેકેશનથી ઓછું નથી.
સ્વાભાવિક છે કે જે રીતે આ ગળાકાપ હરિફાઈમાં આજનો માનવી ઘર-પરિવારથી વિખુટી થઈ પોતાના પ્રોફેશનલ ગોલને પુરા કરવા જે રીતે મથી રહ્યા છે તે જોતા આ પ્રકારના સમાચાર તેમને એક નવી આશા પુરી પાડનાર છે. જો કે પ્રાઈવેટ સેક્ટરના હાલ હજી ત્યાંના ત્યાંજ છે. હાલ તો સરકારી કર્મચારીઓ માટે રજાની મજા અને મજાની રજા જેવી સ્થિતી તેમનામાં નવું જોમ ઉમેરશે તેમાં કોઈ બેમત નથી.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.